'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 33-34

  • 3.2k
  • 1.2k

33 -     દીદી, તમારો પથ્થર ! રોશન રૂમમાં આવ્યો છે. અમે ચારે બેસીને વાત કરી રહ્યાં છીએ, જ્યારે એ પહેરણની નીચેથી પથ્થર કાઢે છે.... -     તેં પાછો મૂકી નહોતો દીધો પથ્થર ? મેં તને કહ્યું હતું ! -     તમને ગમ્યો હતો ને ? હું સંતાડીને લઈ આવ્યો...સુન્ના તો એમ જ કહેતો હશે... -     જો સાચે જ મુસીબત આવશે તો ? -     હવે લઈ આવ્યો છે તો રાખી લો દીદી ! પંકુલ કહે છે. -     અને પેલો પહેલાં લીધો હતો તે પથ્થર ? હું એને પૂછું છું. -     એ તો તમારી બેગમાં જ હતો, સુન્નાને એની ખબર નથી. અમને સુન્નાએ એક