દશાવતાર - પ્રકરણ 59

(68)
  • 3.8k
  • 1
  • 2k

          એને ખબર જ ન પડી કે થાક અને રાત ક્યારે એના મનને ઘેરી વળ્યા અને ક્યારે એ ઊંઘી ગયો પણ મધરાતે એક ખરાબ સપનાએ એને જગાડ્યો. એ સફાળો બેઠો થયો. એના શ્વાસ ઝડપી ચલતા હતા.           સપનામાં પદ્મા એક ખંડેર ઇમારતમાં ફસાયેલી હતી. એ અને બીજી છોકરીઓ ભૂગર્ભમાં ફસાઈ હતી. ઇમારતની બહાર શૂન્યો શોર કરતાં હતા. જે લોકો પદ્મા સાથે દીવાલની પેલી તરફ ગયા હતા એ ભયભીત થઈને આમતેમ દોડતા હતા. ચારે તરફ અરાજકતા ફેલાયેલી હતી.           સીડી ઉપર કોઈનો પગરવ સંભળાયો અને અંતે એક લોક યુવતી ભૂગર્ભમાં પ્રવેશી. એ પદ્મા અને