અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૧) રીતીકા અને રીતેષ સ્કૂલ સમયથી એકબીજાના પરિચયમાં હતા. લાંબા સમયના પરિચય પછી તેઓ એકમેકથી સારી રીતે પરિચિત થઇ ગયા હતા. બંનેના મનમાં હવે મિત્રતાથી પણ વધારેની લાગણી હતી. જે તેઓએ તે લાગણીનો સ્વીકાર કરીને પોતપોતાના દિલની વાત કરી દીધી હતી. કોલેજનું છેલ્લું વર્ષ આવી ગયું હતું. તેઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હતા. રીતીકા અને રીતેષ પેપર આપતાં પહેલા એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને જ પેપર આપવા જતા. એ દિવસે પણ નિયમ મુજબ તેઓ એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પેપર આપવા જતા રહ્યા. ત્રણ કલાકના પેપર બાદ તેઓ કોલેજની બહાર મળવાના હતા. રીતેષ કોલેજની બહાર રીતીકાની