ધ સ્કોર્પિયન - પ્રકરણ-77

(62)
  • 3.1k
  • 4
  • 1.8k

આકાંક્ષાએ કહ્યું “હવે મને ડર જ લાગશે મારાથી હવે એકલાં નહીં સૂવાય. ભાઈ આપણે સાથે રહીશું. અથવા માં પાપા સાથે જતી રહીશ સૂવા”. દેવમાલિકાએ કહ્યું “એય આકાંક્ષા તું તો મારી સહેલી છે હવે તું મારાં રૂમમાં જ શીફ્ટ થઇ જા. આપણને વાતો કરવાની પણ મજા આવશે.” દેવમાલિકાએ દેવની સામે જોયું. દેવની આંખોમાં લુચ્ચાઇ આવી એ દેવમાલિકાએ જોઈ. એ હસતી હસતી આંકાંક્ષાને લઇને એનાં રૂમમાં જતી રહી. દેવ એકલો પડ્યો એણે એનાં રૂમમાં બારીકાઇથી બધુ જોવા માંડ્યુ એને થયું રૂમ બંધ - બારીઓ બંધ તો નાગ અંદર આવ્યો કેવી રીતે ? શું સેવકોએ રૂમ સાફ કરી સમજીને ષડયંત્ર રચ્યું હશે ?