ધ સ્કોર્પિયન - પ્રકરણ-76

(61)
  • 3.6k
  • 4
  • 1.8k

ગઈકાલની સુમધુર યાદ, સંવાદ અને સ્પર્શની અનુભૂતિ કરતો કરતો દેવ નિશ્ચિંન્તતાથી સુઈ રહ્યો હતો. એનાં રૂમમાં જાળીમાં ચળાઈને ઠંડો પવન આવી રહેલો. મનમાં દેવમાલિકાનાં ચહેરાનો...ગાઢી નીંદરમાં પણ જાણે એનો એહસાસ કરી રહેલો... દેવનાં શરીર ઉપર કંઈક સળવળાટ થયો એને થયું કે મારાં શરીર ઉપર કંઈક ઠંડુ ઠંડુ ફરી રહ્યું છે એ એકદમ સફાળો જાગી ગયો અને ઉઠતાં વેંત એણે જોયું કે કાળો નાગ એનાં શરીર પર હતો એણે એક ઝાટકા સાથે એને દૂર ફેંક્યો થોડાકમાં બચી ગયો એનાંથી સાથે સાથે એક બૂમ પડાઈ ગઈ એનાં મોઢામાંથી સંવાદ નીકળી ગયો ઓ માં... ગુરુ માં... નીરવ શાંતિમાં દેવની બૂમ સાંભળીને બાજુનાં રૂમમાંથી