વસુધા - વસુમાં - પ્રકરણ-84

(32)
  • 3.1k
  • 3
  • 1.6k

વસુધા રણોલી ગામની ગ્રામપંચાયતનાં પ્રાંગણમાં કોઇ રાજકીય ભાષણ નહીં પરંતુ મૃદુભાષામાં ઉત્સાહથી પોતાનાં અનુભવ કહી ગામની બહેનોને વધુ કાર્યક્ષમ દૂધમંડળી બનાવવા ત્થા ડેરી ઉભી કરવા અંગે પ્રેરણા આપી રહી હતી. ત્યાં એક છોકરીએ વસુધાને પ્રશ્ન કરી લીધો એ સાંભળી વસુધા ક્ષોભમાં મૂકાઇ ગઇ. છોકરીએ પૂછ્યું “વસુધા દીદી તમે એકલા આટલી હિંમત અને કુશળતા ક્યાંથી લાવો છો ? તમને તમારાં પતિ કે મિત્રનો સાથ છે ?” વસુધા પ્રશ્ન સાંભળી થોડીવાર ચૂપ થઇ ગઇ પછી પૂરા આત્મવિશ્વાસ સાથે કહું "હાં મને મારાં પિતા સમાન શ્વસુર, મારી માતા સમાન સાસુ, મારી સગી બહેન સમાન નણંદ ત્થા ગામની બહેનો અને વડીલોનો ખૂબ સાથ છે.