સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-58

(52)
  • 4.5k
  • 5
  • 2.6k

તરનેજા સોહમ સામે લુચ્ચુ હસીને એનો હિસાબ જોવા લાગ્યો. એકાઉન્ટની શીટ જોતો જોતો વારે ઘડીએ સોહમ તરફ નજર કરી લેતો.. બાયડીની જેમ હસી લેતો.. એણે કહ્યું “તારો હિસાબતો મેં તૈયારજ રાખેલો.” એમ કહી એણે નવોઢાની જેમ અંગમરોડ આપીને આંખ મીચકારીને કહ્યું “એય હેન્ડસમ તું ગયો પણ મને ખૂબ યાદ આવતો...” સોહમે ગુસ્સો કાબુમાં રાખીને કહ્યું “તારે શ્રીનિવાસ છે બધે શા માટે નજર બગાડે છે ? ચાલ મારે કેટલા નીકળે છે ?” તરનેજાએ કહ્યું “એ શ્રીનિવાસ તો.. છોડ તારો હિસાબ તારે 38 હજાર લેવાનાં નિકળે છે ઉભો રહે હું સર પાસે જઇને વાઉચર પર સહી કરાવી આવું પછી પૈસા આપું...” એમ