સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-57

(41)
  • 4.1k
  • 2.6k

ચંબલનાથનાં મોઢે વાસંતીની કરુણ કથની સાંભળીને સાવી સહેમી ગયેલી એ વાસંતીને ધારી ધારીને જોઇ રેહલી. સામે વાસંતીનું શબ હતું એમાં જીવ નહોતો. સાવીનો જીવ પ્રેતયોનીમાં હતો શરીર નહોતું. એ વાસંતીની વાતો સાંભળી એને એનો જન્મ થયેલો અને સાવી તરીકે જીવેલી એ બધુ યાદ આવી ગયું. વાસંતીનાં શરીર ઉપર અંત્યેષ્ઠી પહેલાં ગુલાલ અબીલ ફૂલો ચઢેલાં જોઇ રહેલી એનાં કપાળમાં ચાંદલો હતો લાલચટક... એને થયું એ બધાં શણગારસાથે લાલ ચાંદલો કરતી હશે ? એનાં તો લગ્ન પણ નહોતાં થયાં.. ના કોઇ એવો સાથ સંબંધ કે પ્રેમ... તો કોના માટે આ ચાંદલો ? પરિણીતા નહોતી આ ચાંદલો તો પરીણીતા કરે ? એક વેશ્યા