ધ સ્કોર્પિયન - પ્રકરણ-74 

(68)
  • 3.6k
  • 4
  • 2.1k

દેવ અને દેવમાલિકાએ એકબીજા માટેનો પ્રેમ કબૂલ્યો. એકબીજાને અનાયાસ થયેલું આકર્ષણ, પ્રેમભાવ સ્વીકારી કાયમનાં સાથી બનવા કોલ આપ્યાં. પાત્રતા અને વફાદારીનાં વચન આપ્યાં. ત્યાં દેવમાલિકએ સ્પષ્ટ કર્યુ કે “જ્યારથી મળ્યાં.. બધી પૂજાઓ થઇ એક ઉત્તમ ઉત્સવ થયો. ત્યારે બીજા પણ ઘણાં મહેમાનો હતાં. મોટી મોટી સેલીબ્રીટીઓ અને સરકારી પદાધીકારીઓ હતાં. એમાં મેં એક વાત માર્ક કરી હતી”. દેવ માલિકા આગળ ખૂલાસો કરે પહેલાં દેવે પૂછી લીધું. "કઇ વાત ? હું અનુમાન કરું તો એવું સમજાય છે કે ઘણાં મહેમાનોમાં દેખાવડા, ધનિક, પરીવાર અને પૈસાવાળાં યુવાનો પણ હતાં એલોકો પણ તારાં આ સૌંદર્યનાં દિવાના થયા હશે ? ઘણી મનમાં ઇચ્છાઓ જાગી