ધૂપ-છાઁવ - 88

(22)
  • 3.3k
  • 1
  • 1.9k

એક દિવસ પોતાના હાથમાં એક સુંદર ફૂલોનો ગુલદસ્તો લઈને અપેક્ષા શ્રી ધીમંત શેઠને મળવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે તેમના બંગલામાં પ્રવેશી. સવાત્રણ કરોડના આલિશાન બંગલામાં શ્રી ધીમંત શેઠ એકલા જ રહેતા હતા તે જાણીને અપેક્ષાને ખૂબ નવાઈ લાગી. શ્રી ધીમંત શેઠ પોતાની પૂજામાં વ્યસ્ત હતા તેથી અપેક્ષા તેમની રાહ જોતી વ્હાઈટ કલરના મખમલી સોફા ઉપર બેઠી હતી અને વિચારી રહી હતી કે, આટલા મોટા બંગલામાં શ્રી ધીમંત શેઠ એકલા જ કેમ રહેતા હશે?હવે આગળ....થોડીવાર પછી પોતાની પૂજા પૂરી કરીને શ્રી ધીમંત શેઠ ડ્રોઈંગ રૂમમાં આવ્યા તો તેમણે એક સ્વચ્છ સુંદર લાઈટ ગ્રે કલરના ડ્રેસમાં સજ્જ સ્માઈલી ફેસમાં અપેક્ષાને