અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 7

  • 3.3k
  • 1.6k

ક્રિશીલે તેના ઘરમાં આગળ પાછળ બધે જ જોયું.પરંતુ કોઈ જગ્યાએ સિકંદર ત્યાં હતો નહીં. દરવાજો ખુલ્લો જોવા મળતા જ તે સમજી ગયો કે સિકંદર તેને હાથતાળી આપીને અહીંયાથી ફરાર થઇ ગયો છે.કિર્શીલ માટે હવે ખરી મોટી મુસીબત આવી હતી કે તે શું કરે? તેના મનમાં ઘણીવાર સુધી મનોમંથન ચાલ્યું કે સામેથી તે પોલીસ સ્ટેશન જઈને સાચી વાતની જાણ પોલીસને કરે કે સિકંદર તેના ઘરે રાત્રે આવ્યો હતો આશરો માગવા માટે અને તેને સમજાવ્યો પણ હતો સરેન્ડર કરવા માટે પરંતુ તે ફરાર થઈ ગયો છે કે દોસ્તીનું માન રાખી જાણે કઈ જ થયું નથી તેમ રહે? પણ તેને ક્યાં ખબર હતી