ક્ષમા અને ક્ષિતિજ

  • 1.3k
  • 1
  • 456

વાર્તા :- ક્ષમા અને ક્ષિતિજવાર્તાકાર :- શ્રીમતી સ્નેહલ રાજન. જાનીક્ષિતિજ અને ક્ષમા - જીવન સંધ્યાએ ઝૂલા પર બેસી પોતાનાં સુંદર ભૂતકાળને વાગોળી રહ્યાં હતાં. આજે એમણે લગ્નજીવનના પચાસ વર્ષ પૂર્ણ કર્યાં હતાં. એમનો ભૂતકાળ સુંદર હતો એટલે એવું નહીં સમજતાં કે વર્તમાનમાં તેઓ દુઃખી છે. હાલમાં પણ તેઓ ખૂબ જ સુખી છે. દીકરો વહુ તેમજ દીકરી જમાઈ ખૂબ ધ્યાન રાખે છે બંનેનું. તેમનાં બાળકો માટે તો દાદા દાદી અને નાના નાની એટલે જાણે સાક્ષાત ભગવાન! મમ્મી પપ્પા કરતાં પણ ચારેય બાળકો આમની સાથે વધારે રહેતાં હતાં. બધાંએ ભેગાં મળીને આજે ખૂબ સુંદર રીતે આ પચાસમી લગ્ન વર્ષગાંઠ ઉજવી હતી.બધાં છૂટા