દશાવતાર - પ્રકરણ 54

(76)
  • 3.2k
  • 2
  • 1.7k

          "આપણે વિરાટને છુપાવવો પડશે." જગપતિએ એના વિશ્વાસુ નિર્ભય સિપાહીઓ સામે જોયું, “દેવતા કે કારુ એના વિશે જાણે એ પહેલા એને ક્યાક છૂપાવવો પડશે અને આપણે ધર્મસેનાને સંદેશો મોકલવો પડશે.”           "પણ એને ક્યાં છુપાવીશું?" નીરદે પૂછ્યું.           "અહીં આ ઈમારતમાં."  જગપતિએ કહ્યું, "મારે રક્ષકને મળવું પડશે."           "શું?" વિરાટે પૂછ્યું, "તમે રક્ષક કહ્યું?"           "હા, એ જ રક્ષક જેણે તને મર્મવિદ્યાથી સુન્ન કર્યો હતો."           "એ કોણ છે?"            જગપતિના બદલે એના પિતાએ જવાબ