દરમિયાન ઈમારતમાંથી શૂન્યો બહાર આવીને સુરતાના મૃતદેહની આસપાસ એકઠા થઈ ગયા હતા. એમના ચહેરા પર ભય અને દુઃખનું મિશ્રમ હતું. હવામાં રેત સાથે આતંક ફેલાયેલો હતો. નિર્ભયની ટુકડી સાથે વિરાટ પણ દોડીને નીચે આવ્યો. નિર્ભય સિપાહીઓ સુરતાના મૃતદેહ નજીક ઊભા રહ્યા. એ બધા સુરતાના મૃતદેહ પાસે ટોળે થયા. હવે વિરાટ એને નજીકથી જોઈ રહ્યો હતો. એના લોકો એના રસ્તામાં અવરોધ નહોતા કેમકે એમણે નિર્ભય સિપાહીઓને ચાલવા માટે જગા કરી હતી. વિરાટ માટે સુરતા સુધી પહોંચવા પૂરતી જગ્યા હતી. બે નિર્ભય સિપાહી સુરતાના શરીર પાસે ઊભા હતા. સુરતાનો ચહેરો નિસ્તેજ હતો અને