સ્ટ પકડી સોહમ ઓફીસ જવા માટે નીકળ્યો પણ કઇ ઓફીસ ત્યાંથી તો છૂટો કરેલો હતો છતાં એ કંઇક મનમાં નક્કી કરીને નીકળેલો. ટ્રેઇનમાં કાયમ સફર કરતી ટોળકી જોઇ એ એલોકો પાસે ગયો. બેસવાની જગ્યા પ્રભાકરે કરી આપી. પ્રભાકરે પૂછ્યું પણ ખરું “ભાઉ શું હાલચાલ છે ? સાંભળ્યુ છે તમારી જોબ ગઇ અચાનક કેમ ?” સોહમે શાંતિથી સાંભળ્યુ પછી બોલ્યો "યાર છોડને ચાલ્યા કરે બોસ ગરમ થઇ ગયેલો મારાંથી ટાર્ગેટ પ્રમાણે કામ નહોતું થયું વળી હું થોડાં ફેમીલી પ્રોબ્લેમમાં ફસાયેલું છું તમને તો ખબરજ છે આપણો મીડલ કલાસવાળા માણસોએ બધાં મોર્ચે જંગ લડવાની હોય છે પણ ઠીક થઇ જશે કોઇ ચિંતાની