યુએસએ હોય કે ઈન્ડિયા અપેક્ષા આખો દિવસ સૂનમૂન રહેવાનું જ પસંદ કરતી હતી તેને કોઈની સાથે બોલવું કે વાતચીત કરવી બિલકુલ પસંદ નહોતી. તેને હવે પાંચમો મહિનો બેસી ગયો હતો. લક્ષ્મી અપેક્ષાને તેનાં બાળક માટે તેણે ખુશ રહેવું જોઈએ તેમ સમજાવી રહી હતી અને આપણો ઈશાન એક દિવસ ચોક્કસ પાછો આવશે તેવી આશા તેને બંધાવી રહી હતી. ખાવા પીવાથી માંડીને દરેક વસ્તુમાં લક્ષ્મી પોતાની દિકરી અપેક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખી રહી હતી.હવે આગળ...સમય પસાર થઈ રહ્યો હતો અપેક્ષાને હવે સાતમો મહિનો બેસી ગયો હતો એટલે તેનાં ખોળાભરતની વિધિ પૂરી કરવાની હતી. ઈશાનનો હજુ કોઈ જ અતોપતો નહોતો એટલે અપેક્ષાનો કે લક્ષ્મીનો