.'..તો સમજી લે, કે આ પ્રોજેક્ટ તને મળી ગયો.' કાવ્યા મલ્હારનાં નાક સાથે પોતાનું નાક ઘસતા બોલી. કાવ્યાની વાત સાંભળીને મલ્હારનાં ચારેય કોઠે દિવા થયા. 'એ કેવી રીતે?' મલ્હારે પૂછ્યું.'એ તું મારા પર છોડ.. ' કાવ્યાએ આત્મવિશ્વાસથી કહ્યુ.'ઓહ કાવ્યા.. માય લવ.. તને ખબર નથી તે મારી કેટલી મોટી ચિંતા દૂર કરી દીધી..' એમ કહીને મલ્હારે કાવ્યાને ચુંબનોથી નવરાવી દીધી.'તારી ચિંતા એ મારી ચિંતા મલ્હાર.. હું જે કંઈ કરુ છું તે આપણા માટે જ તો કરુ છું.' કાવ્યા બોલી. 'આઇ લવ યૂ કાવ્યા' મલ્હાર બોલ્યો.. અને ફરીથી બંને પ્રણયક્રિડામાં પરોવાયા.. **પ્રણય પરિણય ભાગ ૭મલ્હારના નશામાં ખોવાઈને સમાયરાને લેવા માટે એરપોર્ટ જવાનું