લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 4

  • 3.7k
  • 2
  • 2k

ત્યાં રાજે દાણિયા નાખ્યા. રાજાની સોગઠી ઉડી. મારા સાળાની !કયારની સંતાપતી'તી" કહી ને રાજે સોગઠી પર સોગઠી મારી'.એક ઘાએ ભાંગીને ભૂકા કર્યા. આંગળીમાંથી લોહીના ત્રસકા ટપકયા. "સોલંકી!" "લાખાની આંખ બદલી મોં સાંભળજો, હો ! ""નહીં તો "બીજું શું ? માથું ધૂપ ચાટે ! શું કરું ? મારી બેનનો ચૂડો આડો આવે છે. લાખા ! તારું અન્ન મારા દાંતમાં છે. આજ મને ભાન થયું કે હું તારો અતિથિ નથી. પણ આશ્રિત છું. બસ આજથી મારું અંદર ખૂટયું. એટલું કહી ને રાજ ઉઠી ગયો. ભાદરનું પાણી ગૌમેટ કર્યું. રાણી ને કહ્યું. "તમારે પૂરા મહિના છે. પ્રસવ સુધી રહેજો. હું જાવ છું અણહિલપુર