તું અને તારી વાતો..!! - 6

  • 3.3k
  • 1.7k

તું અને તારી વાતો...!!! પ્રકરણ-૬ તું, વાતો અને યાદો...!!! વહેલી સવારમાં સૂર્યના આછા કિરણો ધીમા પવનની લહેરો સાથે રશ્મિકાના બેડરૂમમાં પ્રવેશી રહ્યા છે અને અનેક વિચારો સાથે રશ્મિકા પોતાની બેગ પેક કરી રહી છે જેમા સવિતાબેન એમની મદદ કરી રહ્યા છે. નીચે હર્ષદભાઈ સોફા પર બેસીને TV પર ન્યુઝ જોઈ રહ્યા હોય છે અને રોહન સોફા પર ફોન લઈને બેઠો હોય છે, ત્યારે અચાનક એની નજર દરવાજા પરથી આવી રહેલા પ્રેમ પર પડે છે એટલે તે સફાળો બેઠો થઇ જાય છે ને ખુશ થઈને કહે છે. “આવો આવો જીજુ, કેમ છો ? મજામાં ?” રોહન ઉભા થતા થતા આટલુ પુછીને