વાલમિયા છોડી ને મત જાજે રે...

  • 1.6k
  • 558

વાલમિયા છોડીને મત જાજે રે.....️️ વડનગરની વાંકીચૂંકી ગલિઓમાંથી પસાર થતી શર્મિષ્ઠા સરોવરની જવાની શેરીઓમાં સૌમ્યા સાથે સરખી સહેલીઓ સંગ સાગર જેવડી ગાગર લઇ મલકતી પાણીની હેલ ભરી બાપે આરંભેલા હવન માટે આખો દિવસ આવન જાવન કરતી હતી.સૌમ્યના બાપ એક મોટા કથાકારને આમંત્રિત કરવાના હતા.જાત મહેનતમાં માનનારા આ માધ્યમવર્ગીય પરિવારને દર છ માસે આવા પ્રકારના અલગ અલગ યજ્ઞિય કર્યો કરી તેમાંથી મળતી રૂપિયાની થોડી જરૂરિયાતની રકમ લઇ પર સેવામાં ખર્ચ કરનાર પરિવાર હતું.સૌમ્યા પણ ધાર્મિક સ્વભાવની હતી.તેનો બાપ જે વાત કરે તે વાત શિરોમાન્ય ગણી આ નવયૌવના આ અગાઉના બે ત્રણ દિવસથી તળાવની માટી અને તળાવનું જળ ઉપાડી ઉપાડી બાપાને સાથ