પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૮

  • 2.2k
  • 2
  • 944

વિરલ અને રાજલનાં લગ્ન થઈ ચૂક્યા હતા. રાજલ ન છૂટકે વિરલને અપનાવી જ રહી. વિરલ નાં ઘરની વિરલ સિવાય કોઈને ખબર હતી નહિ પણ રાજલ પોતાના ઘર વિશે જાણતી હતી. કે મે જે નિર્ણય લીધો છે તે મારા માતા પિતા તારું નશીબ છે એમ માનીને આ લગ્ન સ્વીકારી લેશે અને આગળ કોઈ ચોખવટ પણ કરવી નહિ પડે પણ તેમને જાણ કરવી જરૂરી હતી.રાજલ નાં મનમાં રહેલ વિચાર વિરલ સમજી ગયો. "રાજલ તું ઇચ્છે છે ને તારા ઘરે આપણે જઈએ અને મમ્મી પપ્પા ના આશીર્વાદ લઇએ.?"હા, વિરલ હવે તો મારું એ ઘર પારકું કહેવાય. ત્યાં જઈને હું મારા મમ્મી પપ્પા ના