પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૬

  • 2.2k
  • 1
  • 1k

વિરલ પાસે પહોંચી ને કોમલે ચરી બતાવીને કહ્યું."તારો ફોન લાવ નહિ તો આ ચાકુ સગુ નહિ થાય."જાણે કોમલ મઝાક કરતી હોય તેમ વિરલ ખડખડાટ હસવા લાગ્યો. આ જોઈને કોમલે તે ચાકુ તેના ડાબા હાથમાં અડાડી દીધું અને જે ડાબા હાથથી રાજલ ને પકડી હતી તે હાથમાં ચાકુ વાગવાથી રાજલ ને છોડી દીધી. હવે ચાકુ ની થોડી ધાર જ અડી હતી ત્યા તો હાથમાંથી લોહી ની પિચકારી ઉડી. તરત વિરલ ઊભો થઈને જમણા હાથથી લોહીને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યો.કોમલ નાં એક નાના પ્રહારથી જાણે વિરલ ડરી ગયો. ડરી ગયેલ વિરલ નો ફાયદો કોમલે ઉઠાવ્યો. તેનો ફોન લઈને ચેક કરવા લાગી. ત્યાં