વસુધા - વસુમાં - પ્રકરણ-81

(28)
  • 2.7k
  • 2
  • 1.5k

આવંતિકાને મોક્ષે પહેલાં બાઇક પર બેસતાં શીખવ્યું બોલ્યો ‘એ તે પંજાબી ડ્રેસ પહેર્યો છે તો ફાવ્યું પણ સાડી કે સાડલો પહેર્યો હોત તો ના ફાવત. કછોટો મારવો પડ્યો હોત.” એમ કહી હસ્યો. “જોકે સ્કુટર હોય તો વાંધો નહીં તું શીખી જાય પછી સ્કુટર લાવી આપીશ.” અવંતિકાને પહેલાં સ્ટીયરીંગ પકડીને બાઇક શરૂ કરવા કીક કેવી રીતે મારવી બ્રેકનું પેડલ બતાવ્યું હાથની બ્રેક બતાવી લાઇટ ચાલુ કરવી બંધ કરવી.. પછી કહ્યું “બને ત્યાં સુધી પગની બ્રેકજ મારવાની હાથની બ્રેકથી આંચકો આવે પડી જવાય.” અવંતિકાની પાછળ મોક્ષ બાઇક શરૂ કરીને બેસી ગયો અને કહ્યું “હવે ચલાવ નિશ્ચિંત થઇને હું પાછળ બેઠો છું”. થોડે