વસુધા - વસુમાં - પ્રકરણ-80

(31)
  • 3k
  • 2
  • 1.6k

વસુધા આકુને લઇને રૂમમાં આવી ગઇ. એણે આકુને સુવાડી એની સામે જોઇ રહી. આકુને પેટમાં હવે સારું હતું એ કાલી ઘેલી ભાષામાં લવારો કરી રહી હતી. વસુધાએ કહ્યું “આકુ બેટા તને સારું છે જોઇને મન હવે હાંશ કરે છે. તને કંઇ થાય છે મારું હૃદય ઉકળી ઉઠે છે અશાંત થઇ જાય છે. જોને આજે મારે તને બાઇક પર લઇને દોડવું પડ્યું. ગામમાં ડોક્ટરનું દવાખાનું નથી.. કોઇ અચાનક બિમાર પડે સારવાર લેવા ક્યાં દોડવું ?” વસુધાએ કહ્યું “તું કાલુ કાલુ બોલવા લાગી થોડું થોડું ચાલવા લાગી મોટી થઇ રહી છે મારી લાડકી. જો તારાં પાપા જોઇ રહ્યાં છે તને એમ બોલી