ધૂપ-છાઁવ - 86

(20)
  • 3.3k
  • 2
  • 1.9k

ઈશાનના ડેડના હાથમાંથી ધમકીભર્યો કાગળ સરકીને નીચે પડી ગયો તે જાણે પોતાની સૂઝબૂઝ ખોઈ બેઠાં હતાં એટલામાં તેમના સેલફોનમાં રીંગ વાગી તે ફોન ઉપાડીને જવાબ આપી શકે તેવી પણ તેમની પરિસ્થિતિ નહોતી. તે ચૂપચાપ બેસી રહ્યા અને ફોનની રીંગ વાગતી જ રહી બસ વાગતી જ રહી. થોડીવાર પછી એકદમ જાણે ફોનની રીંગ તેમનાં કાને અથડાઈ અને તેમણે ફોન ઉઠાવ્યો સામે અપેક્ષા હતી તે પૂછી રહી હતી કે, "શું થયું ડેડ તમે ફોન કેમ નથી ઉઠાવતાં?""તું અહીં આવી જા" એટલું જ તે બોલી શક્યા. તેમનાં અવાજમાં ધ્રુજારી હતી.અપેક્ષાએ આ વાત પોતાના સાસુને કરી. તે અપેક્ષાને એકલી સ્ટોર ઉપર જવા દેવા માટે