ફૂલે સાવિત્રીબાઈ

  • 2.6k
  • 868

સાવિત્રીબાઇ ફૂલે :તેમને કોટી કોટી નમન ગઈ કાલે જેમની જનમ જયંતી હતી.એક ગરીબ અને નિમ્ન જાતીમાં જનમને કારણે ત્યાંની સ્થાનિક સ્કૂલમાં શિક્ષણ લઇ ન લઇ શક્યાં પરંતુ પાછળથી લગ્ન બાદ પોતાના પતિ પાસે શિક્ષિત થયાં અને આ સંનારી પ્રથમ શિક્ષિકાનું બિરુદ લઇ ગયાં.સાવિત્રીબાઈ ફુલેનો જનમ ૩ જાન્યુઆરી ૧૮૩૧ ભારતીય સમાજ સુધારક,શિક્ષણવિદ્ અને કવયિત્રી હતા.તેમને ભારતના પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે.તેમણે પતિ જ્યોતિરાવ ફુલે(આજે મહારાષ્ટ્રની જ્યોતિબા ફૂલે યુનિવર્સીટી તેમની યાદ બનીને તત્કાલીન સરકારે તેમનું મરણોત્તર બહુમાન ક્ર્યું છે.)સાથે મળીને સ્ત્રી અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કર્યું હતું. ફુલે દંપતીએ ૧૮૪૮માં પુણેના ભીડેવાડામાં પહેલી ભારતીય કન્યા શાળાની સ્થાપના કરી હતી.