ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 22

  • 1.7k
  • 812

રઘુ આજે ઊંઘી જ રહ્યો હતો. ગીતા ઉઠેં એ પહેલાં જ વૈભવ આજે ઊઠી ગયો હતો! હા, એને જ આજે બધા માટે ખુદ એના હાથથી બ્રેકફાસ્ટ સર્વ કર્યું હતું, ઓનલાઇન ફૂડ ઓર્ડર કરીને એને ત્રણેય પ્લેટ તૈયાર કરી દીધી હતી. ગીતા વૈભવ ના આ કામથી ખુશ થઈ ગઈ હતી. પણ એને તો રઘુ આવે ત્યારે જ નાસ્તો કરવાનું વિચાર્યું હતું. "રઘુ, ઊઠી જા!" એને રઘુ ના માથે હાથ ફેરવતા કહ્યું. "કેટલો ક્યૂટ લાગે છે, મારા ચાંદ જેવા રઘુ ને કોની ખરાબ નજર લાગી ગઈ છે! પ્યાર તો બહુ જ આવે છે, પણ હવે દયા પણ આવે છે!" ગીતા એ કહ્યું.