ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 15

  • 1.8k
  • 1
  • 962

"વૈભવ, યાદ છે, તારું પહેલી વાર જ્યારે અપહરણ થયું હતું, તું દીપ્તિ સાથે હતો ને!" રઘુ બોલ્યો. "હા, પણ ત્યાંથી નીકળી ગયો પછી મને કિડનેપ કર્યો હતો!" વૈભવ એ કહ્યું. "હમણાં જ કોલ કર તું દીપ્તિ ને.." રઘુ એ એને કહ્યું. "ધ નંબર યુ હેવ ડાયલડ ઇઝ સ્વીચ ઓફ.." ફોનામાંથી અવાજ આવ્યો તો ત્રણેય એક સામટા ચમક્યા. ત્રણેય એક જ વિચાર કરી રહ્યા. "આઈ થિંક આપને દીપ્તિ ના ઘરે જ જવું જોઈએ.." ગીતા એ કહ્યું. "જવું.. હમણાં જ જઈએ.." રઘુ એ જવાની તૈયારી બતાવી. "ના, સાંજ પણ થવા આવી છે, ચાલો ઘરે. હવે કાલે જઈશું." ગીતા એ તાકીદ કરી. "હમમ.."