વસુધા - વસુમાં - પ્રકરણ-79

(31)
  • 2.5k
  • 2
  • 1.3k

ગામમાંથી બાઇક પસાર થઇ રહી હતી કરસન પાછળ વસુધા આકુને લઇને બેઠી હતી આકુને થોડી રાહત થઇ હોય એમ વસુધાનાં ખોળામાં સૂઇ ગઇ હતી ગામનાં ચોરેથી બાઇક પસાર થઇ ત્યારે ત્યાં બધી ગામની નવરી બજાર બેઠી હતી બધાએ આલોકોને બાઇક પર જતાં જોયાં. ભુરા ભરવાડનો છોકરો કાળીઓ એનાં જેવાં નવરાં છોકરાઓ સાથે બેઠો હતો એણે કરસન અને વસુધાને જતાં જોયાં એની આંખો પહોળી થઇ ગઇ એને ગંદી રીતે જીભ કાઢી અને હોઠ પર ફેરવી બોલ્યો “વાહ આ ગામની નવી જોડી નીકળી....” “કરસનીયો કુંવારો અને રાંડી રાંડ વસુધા બેઊ બાઇક પર નીકળ્યાં.. પેલાને બૈરું નથી અને આને ઘણી... શું કરવા જતાં