દશાવતાર - પ્રકરણ 47

(69)
  • 3.1k
  • 1
  • 1.5k

          વિરાટ, નીરદ અને જગપતિ જોખમની ચેતવણી કંડારેલા દરવાજા સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં થાકીને લોથપોથ થઈ ગયા હતા. એમના પગમાં દુઃખાવો થતો હતો અને એ હાંફતા હતા. એમના એક એક અવયવો ભયાનક રીતે થાકી ગયા હોય એમ શરીરમાં કળતર થતી હતી પણ એ જાણતા હતા કે આજે શરીરની કસોટીનો સમય છે. એ જ્વલનશીલ વાયુ ભરેલા દરવાજા પાસે ઊભા રહ્યા. એમણે મૃતદેહ નીચે મુક્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ખભા ઉપર મૃતદેહનો ભાર અડધા કલાક સુધી રહ્યો એટલે ખભા અક્કડ થઈ ગયા હતા. મૃતદેહ નીચે મુકતી વખતે એમના હાથમાથી વીજળી પસાર થઈ રહી હોય એવી સંવેદના અનુભવાઈ. મૃતદેહ