ઓ મગજ જેવું કઈ છે કે નહી?! રઘુ એ રેખા પર ગુસ્સે થતાં કહ્યું. હા તો હું એકલી થોડી જવાની હતી... સાવ નિદોૅષભાવે રેખા બોલી તો રઘુને પોતે ગુસ્સે કર્યા પર અફસોસ થવા લાગ્યો. હા પાગલ! પણ હું તારી સાથે છુપાઈને આવત ને! રઘુ એ શાંત થતાં કહ્યું. હા, પણ જો એમને ખબર પડી જાત કે હું એકલી નહી તો એ લોકો વૈભવને કઈ નુકસાન પણ તો પહોંચાડી શકતા હતા ને! રેખા એ કહ્યું. સારું થયું... રઘુ એ કહ્યું. ગીતા સાથે લગ્ન કરી લેજે... ફટાફટ કહીને રેખા કિચનમાં ચાલી ગઈ. થોડીવાર પછી રઘુ પણ કિચનમાં આવી ગયો. ના કહેલું ને