શ્રાપિત - 37

  • 2.1k
  • 1
  • 854

પ્રકૃતિના ખોળામાં રમતાં બાળક જેવું તેજપુર ગામમાં જોતજોતામાં વિરાન સ્મશાનમાં પરિવર્તીત થઈ ગયું." પરંતુ કોઈ મહિલા સાથે આવું વર્તન શું કામ કરવામાં આવ્યું ? કોઈ વ્યક્તિને જીવતાં સળગાવીને મૃત્યુને ઘાટ પહોંચાડનાર વ્યક્તિઓ કોણ હતાં ? ". આકાશનાં મનમાં ઉઠેલાં જાતજાતના સવાલો સોફાપર બેઠેલાં જીવી માં ને પુછી નાંખ્યા. પેલી સ્ત્રીને જીવતી સળગાવવામાં તેજપુર ગામનાં સરપંચ રઘુવીર ચૌધરી અને બસીપુર ગામનાં સરપંચ હરિપ્રસાદ શાસ્ત્રી અને સાથોસાથ દેવલપુર ગામનાં સરપંચ જનાર્દન ઠાકુર દ્વારા અમાસની કાળી અંધારી રાત્રે ગામની સીમા બહાર આવેલાં ઘરમાં જીવતી સળગાવવી દેવામાં આવી. જે લોકો ત્યાં હાજર રહેલા હતાં એના મોઢેથી સાંભળવા મળેલી વાતો પરથી આ દશ્ય આખાં શરીરને