ચોર અને ચકોરી - 53

(12)
  • 2.3k
  • 1
  • 894

(અંબાલાલે કાંતુને આદેશ આપતા કહ્યુ."તોડી નાખ બારણુ") હવે આગળ વાંચો. " આ તારા દાદાનુ દોલતનગર નથી અંબાલાલ કે તું કોઈના પણ ઘરના બારણા તોડી નાખે." એક રોફદાર અને પડકાર ભર્યો સ્વર અંબાલાલના કાને અથડાયો.એણે એ સ્વરની દિશામાં પોતાની ગરદન ફેરવી. તો ત્યાં હાથમાં કડીયાળી ડાંગ લઈને એણે જીગ્નેશને ઉભેલો જોયો.એની સાથે હાથમાં ડાંગ લઈને સોમનાથ અને રહેમાનને પણ ઉભેલા જોયા. ચકોરી ના કાને પણ જીગ્નેશનો જોશ ભર્યો જોરદાર અવાજ અથડાયો. "આ તારા દાદાનુ દૌલતનગર નથી અંબાલાલ"અને એ રોફદાર અવાજ સાંભળતા જ ચકોરીની ઓસરી ગયેલી હિંમતમાં જાણે નવો પ્રાણ ફૂંકાયો.બાથી અળગી થતા એ હરખભેર બોલી. "બા..બા..જીંગો આવી ગયો બા.." અને જીગ્નેશના