એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૦

  • 2.6k
  • 972

યશે કાવ્યાને ક્રિશનો પર્સનલ નંબર સેન્ડ કર્યો અને પછી યશ સુઈ ગયો.યશ વિચારવા લાગ્યો કે,"રાતના બાર વાગે આ બંદરિયા ક્રિશના નંબરનું શું કામ હશે.મારી ઊંઘ બગાડી છે ને એને કાલ કોલેજમાં એની વાટ લગાવું"આમ વિચારો કરતો કરતો યશ સુઈ ગયો. કાવ્યાએ ક્રિશનો નંબર પોતાના ફોનમાં સેવ કરવા જતી હતી પણ વિચારતી હતી કે,"કયાં નામથી ક્રિશનો નંબર સેવ કરું?.ના એ મારો ફ્રેન્ડ છે,ના હવે એ મારા માટે અજનબી છે.શું રાખું...શું રાખું.....શું રાખું...."કાવ્યા મનમાં ગણગણ કરીને વિચારી રહી હતી કે ક્રિશનો નંબર કયાં નામે સેવ કરે.વિચારોમાં ખોવાયેલી કાવ્યાએ ભૂલથી કોલ ડાયલ પર ટચ કરી દીધો.અચાનક રિંગ વાગી એટલે કાવ્યાને ખબર પડી કે