એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૮

  • 1.6k
  • 642

કાવ્યા એના ક્લાસમાં બેસી હતી.હવે ફક્ત એક લેક્ચર બાકી હતો તેથી ઘણા બધા સ્ટુડન્ટસ લેક્ચર બન્ક કરીને જતા રહ્યા હતા.અમુક જ સ્ટુડન્ટસ ક્લાસમાં બેસ્યા હતા.હજી લેક્ચર સ્ટાર્ટ થવાનું એનાઉન્સમેન્ટ નહોતું કર્યું તેથી ક્લાસમાં બધા પોતપોતાના ગ્રુપમાં બેસીને વાતો કરી રહ્યા હતા.અમુક પોતાના ફોનમાં બીઝી હતા તો અમુક લવબર્ડ્સ એકબીજાનામાં ખોવાયેલ હતા.ઇન્ડિયામાં કોલેજમાં ભણતા સ્ટુડન્ટસને કોલેજમાં પ્રેમ કરવાની છૂટ ન હતી પણ કેનેડામાં આ બધું બહુ જ કોમન હતું.કેટલાક બોયસ એન્ડ ગર્લ્સ ખુલ્લેઆમ એકબીજાને હગ કરતા,કિસ કરતા.પણ આ બધું જ એમની મર્યાદામાં રહીને થતું.કાવ્યા જેવી ઇન્ડિયન છોકરીઓને આ બધું થોડું અજીબ લાગતું.પણ હવે એ પણ એટલી અન્ડરસ્ટેડિંગ થઈ ગઈ હતી કે