એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૬

  • 2.5k
  • 1k

નિત્યા વોશરૂમમાંથી આવી અને દેવના ખભે હાથ મુક્યો અને બોલી,"દેવ....." દેવ ધ્યાનથી ફોનમાં કઈક જોઈ રહ્યો હતો તેથી દેવ થોડો ભડક્યો અને બોલ્યો,"ડરી ગયો યાર હું તો" "દેવ,ઇસ હી અજય?"નિત્યાએ બીજા ટેબલ તરફ ઈશારો કરતા કહ્યું. "કોણ?" "અરે પેલા તમારા સ્પોર્ટ્સવાળા ક્લાઈન્ટ" "ક્યાં છે એ?,એ તો એની ગર્લફ્રેંડ સાથે ડિનર પર જવાનો હતો.એ અહીંયા ક્યાંથી હોય" "આપણે અહીંયા શું કામ આવ્યા છીએ?" "ડિનર માટે" "તો એ ના આવી શકે?" "અરે હા,એ તો મેં વિચાર્યું જ નહીં"પછી દેવે ઉભા થઈને જોયું તો અજય જ હતો.અજયને જોતા જ દેવ બોલ્યો,"પણ એ તો એની ગર્લફ્રેંડ સાથે અહીંયા આવ્યો હતો.તો પછી એકલો કેમ બેસ્યો