ધૂન લાગી - 35

  • 3.1k
  • 1.7k

સૂર્યોદય થયો. 'મહેતા મેન્શન'માં દરરોજ જેવી રોનક ન હતી. તેમનો આલિશાન બંગલો, વેરાન હવેલી જેવો ભાંસતો હતો. મનીષજી અને શર્મિલાજી સૉફા પર બેસીને, કૉફી પી રહ્યાં હતાં. "મનીષજી ! મને લાગે છે, કે આપણે કરણ અને કૃણાણને પાછાં બોલાવી લેવા જોઈએ." શર્મિલાજીએ કહ્યું. "હા, મને પણ એવું લાગે છે. એક જમીન માટે આપણે કરણ અને કૃણાલને ન ગુમાવી શકીએ." મનીષજીએ કહ્યું. "આપણે અત્યારે જ ફ્લાઇટથી કેરેલા જઈએ. ત્યાં જઈને તેમની પાસે માફી માંગીશું અને તેમને પાછાં અહીંયા લઈ આવીશું." "પણ શું તેઓ આપણને માફ કરશે?" "આપણે એક વખત પ્રયત્ન તો કરવો જ જોઈએ." "ઠીક છે. તો કેરેલા જવાની તૈયારી કર."