ઓફિસનું કામ કરીને સાંજે કરણ ઘરે આવ્યો. તેણે પોતાનાં રૂમમાં જઈને, જોયું તો અંજલી ત્યાં ન હતી. થોડીવાર સુધી તેણે અંજલીને ઘરમાં શોધી. ઘરમાં પણ અંજલી ન મળતાં, તે ફરી રૂમમાં ગયો. રૂમમાં આવીને તેનું ધ્યાન, ટેબલ પર પડેલાં લેટર પર ગયું. તેણે તે લેટર ખોલીને વાંચ્યો. લેટર વાંચીને કરણ ધૂંઆપૂંઆ થઈ ગયો. તે ગુસ્સામાં નીચે હોલમાં ગયો. "મોમ...! ડેડ...! કૃણાલ...!" કરણ મોટેથી ચીસો પાડવાં લાગ્યો. કરણની ચીસો સાંભળીને બધાં હોલમાં પહોંચી ગયાં. "શું થયું, કરણ?" શર્મિલાજીએ પૂછ્યું. "એ તો મારે તમને પૂછવું જોઈએ. એવું તો શું થયું, કે તમને માણસો કરતાં જમીન વધારે મહત્વની લાગવા લાગી?" "તું શું બોલે