ધૂન લાગી - 33

  • 2.3k
  • 1.2k

મધુર ચાંદની રાત પછી, સોનેરી સવાર પડી ગઈ. દરરોજ વહેલી ઊઠતી હોવાથી અંજલીની ઊંઘ જલદી ખુલી ગઈ. કરણ હજુ પણ નિર્વસ્ત્ર થઈને સૂતો હતો. અંજલીએ પોતાનાં કપડાં પહેર્યા અને કરણને પણ ઉઠાડ્યો. કરણ પણ પોતાનાં કપડાં પહેરી રહ્યો હતો. "કેવી રહી કાલની રાત?" કરણે હસીને પૂછ્યું. "ખૂબ જ રોમેન્ટિક અને સુકૂન ભરેલી.." આમ કહીને અંજલી કરણને ભેટી ગઈ. એટલામાં ટેબલ પર પડેલો કરણનો ફોન રણક્યો. કરણે ફોન પર વાત કરી અને પછી ફોન મૂકી દીધો. "અંજલી! મારે ખૂબ જરૂરી કામ છે, એટલે અત્યારે જ ઓફિસે જવું પડશે. હું જલ્દીથી તને ઘરે મૂકીને, પછી ઓફિસે જઈશ." કરણે કહ્યું. "તારે જરૂરી કામ