બહાર ઝાંપે રીક્ષાનો અવાજ આવ્યો. ગેલાએ બહાર જઈ ઘડીક રીક્ષા બંધ કરી રાહ જોવા કહ્યું. સાથે સાથે રિક્ષાવાળાને ગરમા ગરમ ચા પણ પીવડાવી દીધી. પછી બધાને જલ્દી કામ આટોપી લઈ, લગ્ન સ્થળે વહેલા પહોંચવાનું છે એમ કહ્યું. ગેલાએ રામુઆપાને બે દાડાની ભળ ભલામણ કરી ચિંતા કરતા કરતા લગ્ન મહાલવા નીકળ્યો. રામુઆપાએ ગેલાને કહ્યું, "તું તારે આયાની વ્યાધી જરાય નો કરતો. હું ને ભીલો બેદાડા બધું રોડવી લેહું. આ ભીલાને મોટર સાયકલ ફાવે સે. ઈ તારું મોટરસાયકલ લઈને ડેરીએ દૂધ પણ ભરી આવશે. તમ તારે જીવ હેઠો મેલીને નીરાતે લગનમાં જા. નીયા બધાને મારા રામ રામ કેજે." ગેલો રિક્ષા ડ્રાઇવરની બાજુમાં