સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-53

(52)
  • 3.7k
  • 4
  • 2.3k

સોહમ સાવીને ક્યારથી સાંભળી રહેલો. સાવી અવિરત બધી હકીક્ત સોહમને જણાવી રહી હતી એણે સોહમને કહ્યું “મેં તને એક કાગળ આપેલો જે તેં હજી વાંચ્યો નથી વાંચી લેજે આગળની તારી મારી સફર.. સોહમ હું આ મારું મેલું ચૂંથાયેલું ભષ્ટ્ર થયેલું શરીર ત્યાગું છું મારાથી તને કોઇ તકલીફ પહોચી હોય માફ કરજે.” કહીને પાસે રહેલી માચીસમાંથી પાંચ દીવાસળીની સળીઓ એક સાથે સળગાવી પોતાનાં જ કપડામાં આગ લગાવી. અવાચક થયેલો સોહમ એને બળતાં ભસ્મ થતાં જોઇ રહ્યો. સોહમને આર્શ્ચય એ વાતનું હતું. એની પાસે માચીસ કેવી રીતે આવી ? અહીં આવતા જતાં માણસોને ભડથુ થઇ રહેલી સાવી દેખાઇ નહીં ? કોઇએ નોંધ