ધૂન લાગી - 29

  • 2.3k
  • 1.2k

બધાં પોતાનાં રૂમમાં જઈને સૂઈ ગયાં હતાં. કરણ કૃણાલની સાથે રૂમમાં હતો. કૃણાલ સૂઈ ગયો હતો, પણ કરણને ઊંઘ નહોતી આવતી. તેણે અંજલીને મેસેજ કરીને ટેરેસ પર મળવાં માટે બોલાવી. અનન્યા પણ સૂઈ ગઈ હોવાથી, અંજલી કરણને મળવા માટે ગઈ. અંજલી સામે આવતાં જ કરણ તેને ભેટી પડ્યો. "અરે! અરે! આટલી બધી ખુશી!" અંજલીએ કહ્યું. "હા, ખુશી તો હોય જ ને. કરણનાં અંજલી સાથે લગ્ન થવાનાં છે." "તું ખુશ થતો રહેજે, પણ મને તો છોડ. કોઈ જોઈ જશે તો!" અંજલીએ કહ્યું. "બસ! તમારાં બધાંનો આ એક જ ડાયલોગ છે. ટી.વી. સિરિયલમાં પણ, આ જ ડાયલોગ કહીને હિરોઈનો રોમાન્સ ન કરવા