ધૂન લાગી - 28

  • 2.3k
  • 1.3k

"ચાલો, ચાલો, બધાં જલ્દીથી બહાર નીકળો અને બસમાં બેસો." અંજલીએ કહ્યું. "અરે યાર! આ બસવાળો ક્યારનો હોર્ન વગાડે છે. કોઈ જઈને તેને શાંત કરાવો." અનન્યાએ કહ્યું. "આપણે બસમાં જઈશું, પછી જ એ હોર્ન વગાડવાનું બંધ કરશે‌." આમ કહીને અંજલી હસવા લાગી. "તમે બંને વાતો પછી કરજો. અત્યારે જલ્દીથી જઈને બસમાં બેસો." અમ્માએ ત્યાં જઈને કહ્યું. "અરે! પણ મારો સામાન બસમાં મૂકવાનો છે!" અંજલીએ કહ્યું. "એ મૃદુલઅન્ના મૂકી દેશે. તમે જાઓ." અમ્માએ કહ્યું. "ઠીક છે." આમ કહીને અંજલી, અનન્યાની સાથે જઈને બસમાં બેસી ગઈ. "બધાં આવી ગયાં?" અંજલીએ પૂછ્યું. "હા" બધાંએ એકસાથે કહ્યું. બસ હોટેલ પર જવાં માટે નીકળી ગઈ હતી.