"શું થયું?" કરણે ફરીથી અંજલીને મોટેથી પૂછ્યું. "કરણ! અપ્પા... અપ્પાને હાર્ટ એટેક આવ્યો છે." અંજલીએ રડતાં રડતાં કહ્યું. "શું અપ્પાને હાર્ટ એટેક આવ્યો છે?" કરણે આશ્ચર્યથી પૂછ્યું. "હા, અનન્યાનો કૉલ હતો તેણે જ કહ્યું. અપ્પાને અત્યારે હૉસ્પિટલે લઈ ગયાં છે." "ચાલ, તો આપણે જલ્દીથી હૉસ્પિટલે જઈએ." કરણે કહ્યું. "તમે જલ્દીથી હોડીને કિનારા પર લઈ જાઓ." કરણે નાવિકને કહ્યું. થોડીવારમાં તેઓ કિનારા પર પહોંચી ગયાં, ત્યાંથી તેઓ જલ્દી જલ્દી હૉસ્પીટલે ગયાં. તેમણે રિસેપ્શનમાં અપ્પા વિશે પૂછ્યું અને પછી તેમની પાસે ગયાં. ઓપરેશન થિયેટરની બહાર અમ્મા, અનન્યા અને કૃણાલ હતાં. અમ્મા રડી રહ્યાં હતાં અને અનન્યા તેમને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી