ધૂન લાગી - 17

  • 2.2k
  • 1.4k

"અંજલી! તું રાત્રે સૂતી ન હતી." અમ્માએ અંજલીનું મોં જોઈને કહ્યું. "તમને એવું કેમ લાગ્યું કે હું સૂતી નહોતી." અંજલીએ પૂછ્યું‌. "તારાં મોં પરથી અને આંખો પરથી ચોખ્ખું દેખાય છે, કે તું રાત્રે સૂતી ન હતી. પણ શા માટે?" "ખબર નહીં કેમ, આખી રાત ઊંઘ જ ન આવી." "કંઈ વાંધો નહીં. એવું લાગે તો બપોરે થોડીવાર આરામ કરી લેજે." આમ કહીને અમ્મા ત્યાંથી ચાલ્યાં ગયાં. અંજલી પોતાનાં ડાન્સ ક્લાસ લઈને, પછી કરણ સાથે વાત કરવા ગઈ. કરણ તેનાં રૂમમાં લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો. અંજલીએ રૂમમાં જતાં પહેલાં દરવાજા પર બે વખત ટકોર કરી. કરણે અંજલીની સામે જોઈને,