આખો દિવસ સાથે રહીને હવે સૂર્ય, પૃથ્વીવાસીઓ પાસેથી વિદાય લઈ રહ્યો હતો. જેમ કન્યાનાં વિદાયપ્રસંગે શરણાઈઓનાં સૂર ગૂંજી ઉઠે, તેમ કોયલનાં સૂરથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. અમ્મા-અપ્પા સૂર્યાસ્તને માણવાની સાથે, કોફીનો પણ આનંદ લઈ રહ્યાં હતાં. બાળકો ફળિયામાં રમી રહ્યાં હતાં. અમ્માનું ધ્યાન થોડીવાર પુસ્તકમાં, તો થોડીવાર બાળકો તરફ જઈ રહ્યું હતું. પરંતુ અપ્પા તો અખબાર વાંચવામાં એકદમ મશગૂલ હતાં. "અમ્મા! અપ્પા! કરણજીને મંદિરે દર્શન કરવાં જવું છે અને મારે પણ ત્યાં બજારમાંથી કંઈક લેવાનું છે. તો અમે જઈ શકીએ?" અંજલીએ કરણ સાથે અમ્મા-અપ્પા પાસે જઈને પૂછ્યું. "હા અંકલ-આંટી! અમે થોડીવારમાં પાછાં આવી જઇશું." કરણે કહ્યું. અમ્મા-અપ્પાએ એકબીજાંની સામે જોઈને