ધૂન લાગી - 14

  • 2.9k
  • 1.4k

"જુઓ, તે દિવસે મંદિરમાં મારાથી ભૂલથી તમારાં શર્ટ પર તેલ ઢોળાઈ ગયું હતું. મેં જાણીજોઈને કંઈ નહોતું કર્યું. છતાં પણ મારે તમને યોગ્ય રીતે Sorry કહેવું જોઈતું હતું, પણ મેં ન કહ્યું. આજે પણ મેં તમને જાણ્યાં વગર જ તમારાં વિશે અનુમાન લગાવી લીધું અને તમને ચેલેન્જ આપી દીધી. હું આ બંને વાત માટે તમને Sorry કહેવા આવી છું. જો બની શકે તો મને માફ કરી દેજો." અંજલી બોલી. "જો ક્રિકેટવાળી વાત માટે તો તમારે માફી માંગવાની જરૂર જ નથી. કેમકે તમારી ચેલેન્જનાં કારણે બાળકોને ખૂબ જ મજા આવી અને તેનાં માટે તો મારે તમને Thank you કહેવું છે. રહી