ધૂન લાગી - 13

  • 2.4k
  • 1.5k

"હવે આ મેચની છેલ્લી ઓવરનો, છેલ્લો બોલ છે. આ એક બોલ હાર-જીતનો નિર્ણય કરશે. તો જોઈએ કોણ જીતે છે!" અપ્પા કોમેન્ટરી કરતાં બોલ્યાં. અર્જુને બોલ લઇને કરણને આપ્યો. કરણ અને અંજલી ફરી રમવા માટે ગોઠવાઈ ગયાં. કરણે બોલ ફેંક્યો અને અંજલીએ ફટકાર મારી. બોલ પિચથી થોડો દૂર જઈને પડ્યો. કરણ ત્યાં બોલ લેવાં ગયો અને અંજલીએ રન દોડવાનું શરૂ કર્યું. અંજલી એક રન કરવાની જ હતી, કે કરણે બોલ સ્ટેમ્પ પર ફેંકીને તેને આઉટ કરી દીધી અને કરણની ટીમમાં બધાં ખુશ થઈ ગયાં. "અઈયો રામા! હવે તો તું ગઈ અંજલી. આ માણસ તને નહીં છોડે, તેની જીતનો ઢંઢેરો સાંભળવાં માટે