ધૂન લાગી - 12

  • 1.7k
  • 1.2k

"સોરી વેંકટેશ્વરા! પ્યાર ઓર જંગ મેં સબ જાયઝ હે." બોલ ફેંકતાં પહેલાં અંજલીએ કહ્યું. તેણે કરણને આંખ મારી અને પછી બોલ ફેંક્યો. અચાનક અંજલીનું આવું વર્તન જોઈને કરણ સ્તબ્ધ થઈ ગયો અને બોલ સ્ટેમ્પ પર લાગી ગયો. જેથી કરણ આઉટ થઈ ગયો. બધાં 'આઉટ'ની ચીસો પાડવાં લાગ્યાં એટલે કરણ સ્તબ્ધતામાંથી બહાર આવ્યો. "આ લોકોએ ચીટિંગ કરી છે." કરણે કહ્યું. "શું ચીટિંગ કરી છે, કરણજી?" અંજલીએ પૂછ્યું. "અ.. આ... લોકોએ..." કરણ અચકાતાં અચકાતાં બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ શરમને કારણે બોલી ન શક્યો. "હવે થોડીવારનો બ્રેક લઈએ અને પછી ફરીથી રમત શરૂ કરીએ. મિલતે હૈ છોટે સે બ્રેક કે બાદ."