ધૂન લાગી - 11

  • 2.4k
  • 1.5k

"ક્રિષ્ના! વિજય! તમે અહીંયા આવો." અંજલીએ તેમને પોતાની પાસે ફળિયામાં બોલાવતાં કહ્યું. "બોલો અક્કા! શું કામ છે?" ક્રિષ્નાએ કહ્યું. "ક્રિષ્ના, તું જઈને બધાં બાળકોને અહીંયા બોલાવી લાવ અને વિજય, તું પેલાં બે નમૂનાઓ મતલબ કે મહેમાનોને બોલાવી લાવ." "પણ તમે બધાંને આમ અચાનક કેમ બોલાવો છો?" વિજયે પૂછ્યું. "બધાં આવી જશે, પછી બધાંને એકસાથે કહીશ." અંજલી બોલી. ક્રિષ્ના બધાં બાળકોને બોલાવવા ગઈ અને વિજય, કરણ તથા કૃણાલને બોલાવવા ગયો. અંજલી જઈને અનન્યાને લઈ આવી. બધાં ફળિયામાં આવી ગયાં હતાં. બધાં બાળકો એકબીજાને પૂછી રહ્યાં હતાં, અક્કાએ આમ અચાનક કેમ બોલાવ્યાં છે. "સાંભળો! સાંભળો! સાંભળો! આજે મુંબઈનાં શહેઝાદા કરણ મહેતા અને